આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ધોરાજી ખાતે એન આર એમ એલ યોજના અંતર્ગત મહિલાઓ માટે ખાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અહી ઉલેખનીય છે કે મહિલાઓ આર્થિક સધ્ધર બને અને આત્મ નિર્ભર બને એવી દિશામાં સરકાર પ્રયાસ કરી રહી છે ત્યારે મહિલાઓ ને કૃષિ બાબતે જેમ કે ઓર્ગેનિક ખેતી અને ડ્રિપ પદ્ધતિ થી થતી ખેતી બાબત અને પશુ પાલન બાબતે જેમ કે પશુઓ ની સાળ સંભાળ કેમ રાખવી અને પશુઓમાં દૂધ નું પ્રમાણ કેમ વધે અને પશુઓ ને કયા સમયે કેવા પ્રકારના ઘાસચારા આપવા જેવી વિવિધ બાબતે એક તાલીમ શિબિરનું ધોરાજી તાલુકા પંચાયત ના એન આર એલ એમ યોજના અંતર્ગત કૃષિ દક્ષ મહિલા કિશાન અભ્યા ન અને કૃષિ સખી અને પશુ સખીના નામ થી એક તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિષયના નિષ્ણાંતો દ્વારા મહિલાઓ ને તાલીમ આપવામાં આવી હતી