ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023મા લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું રાજ્યનું 64.62 ટકા પરિણામ આજે જાહેર થયું છે, ધોરણ 12ના પરિણામમાં ટોપ ઉપર આવ્યા બાદ આજે sscના રિઝલ્ટમાં મોરબી જિલ્લાએ સમગ્ર રાજ્યમાં 75.42 ટકા પરિણામ સાથે બીજુ સ્થાને મેળવ્યુ છે. ધો-10 હોય કે ધો. 12 મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓએ હરહંમેશ કાંઠું કાઢ્યું છે. ત્યારે આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023મા લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં મોરબી ફરી એક વાર બાજી મારી છે જેમાં સતત ત્રીજા વર્ષે 75.42% રિઝલ્ટ સાથે જિલ્લો ગુજરાતમાં દ્રિતીય ક્રમે રહ્યો છે. પરિણામના ટકાની તુલના કરીએ તો 2022માં 74.16% પરિણામ આવ્યું હતુ જ્યારે આ વર્ષે 75.70% આવતા પરિણામની ટકાવારીમાં 1.54%નો વધારો થયો છે. મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી શાળાનું સ્તર વધ્યું છે અને પરિણામ પણ સારા જોવા મળી રહ્યા છે