25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

આજે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઇ


રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં તાજેતરમાં સ્ટેન્ડિંગમાં મંજુર થયેલા બજેટની જોગવાઈઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન વિપક્ષ નેતા ભાનુ સોરાણીને પણ છેલ્લી 10 મિનિટ બોલવાનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં ભાનુબેને ‘જય શ્રીરામ’ ના નારાથી બજેટની ચર્ચા શરૂ કરી હતી. જોકે ભાનુબેને બજેટની જોગવાઈઓને લઈને અનેક સવાલો ઉઠાવ્યા હતા. આ સવાલોના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જવાબો આપ્યા હતા. બંને પક્ષના નેતાઓ સામસામે આવી જતા થોડીવાર માટે માહોલ ગરમાયો હતો. બજેટની ચર્ચામાં વિપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, તારીખ 30મી નવેમ્બર 2023 સુધીની સ્થિતિએ ગત બજેટની જોગવાઈઓ પૈકી માત્ર 884 કરોડ વાપરવામાં આવ્યા છે. જનરલ બોર્ડે રૂપિયા 2,469 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેમાંથી માત્ર 884 કરોડ એટલે કે, બજેટના 36 ટકા રકમનો જ પ્રજાના વિકાસ માટે ઉપયોગ થયો છે. જે કેટલા પ્રમાણમાં વાજબી ગણાય? તેમજ ભાજપના શાસકો દર વર્ષે આવા મોટામોટા અને ખોટા આંકડાકીય માયાજાળ રચી, અવાસ્તવિક બજેટ રજૂ કરી રાજકોટની જનતાને છેતરી રહ્યા છે તે સ્પષ્ટ સાબિત થાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -