ભારતીય સંસ્કૃતિ મુજબ આજે અખાત્રીજ છે અને આજના અક્ષય તૃતીયના શુકનવંતા અને શુભ દિવસને પવિત્ર ગણવામાં આવેછે. અખાત્રીજના વણજોયા મુહુર્તમાં લોકો સોનાની ખરીદી કરતા હોય છે. આજે સોનાનો ભાવ 24 કેરેટનો 99000 નજીક અને 22 કેરેટનો ભાવ 88000 છે એટલે કે GST સાથે જોઈએ તો સોનાનો ભાવ 1 લાખને પાર પહોંચી જતો હોય છે. જોકે, આજે પણ શુકનની ખરીદી કરવા માટે ગુજરાતીઓ સોની બજારમાં પહોંચી રહ્યા છે. વેપારીઓના મતે ગત વર્ષની સરખામણીએ આ વખતે બજારમાં ખરીદી ઉપર લગભગ 35% જેટલી અસર જોવા મળી શકે તેમ છે જયારે લોકોનું માનવું છે કે, આજના દિવસે સોનાની ખરીદી કરવી એ શુકન માનવામાં આવે છે માટે ખરીદી જરૂર કરીશું. લોકો સોનાની ખરીદી કરતા સમયે એવું પણ કહે છે કે, સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ છે એટલે એવું પણ કહી શકાય છે અત્યારે જે રીતે રાજકોટમાં જેમ-જેમ ગરમી વધે છે એ રીતે સોનાના ભાવ પણ વધી રહ્યા છે.
આજે અખાત્રીજ પર સોનાની ખરીદી કરવી એ શુભવંતી: ગયા વર્ષની સરખામણીએ ઘરાકીમાં 35%નો ઘટાડો
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -