રાજકોટનાં લોકો માટે જીવાદોરી સમાન સાબિત થયેલા સૌની યોજના અંતર્ગત ફરી એકવાર રાજકોટ શહેરનાં આજી-1 ડેમમાં નર્મદા નિર આગામી તા.3ને શનિવારથી છોડવામાં આવનાર છે. આ અંગે રાજકોટ સિંચાઈ વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર મનપાનાં સતાવાળાઓ દ્વારા તાજેતરમાં જ આજી-1 ડેમ માટે ફરી 400 એમસીએફટી વધુ નર્મદા નિર છોડવા માટે માંગણી કરી હતી અને હાલ 29 ફૂટે છલકાતો આજી-1 ડેમમાં 17.50 ફૂટ સુધી પાણી ભરેલું છે. ત્યારે શનિવારથી ફરી એકવાર સિંચાઈ વિભાગ દ્વારા આજી-1માં 300 એમસીએફટી નર્મદા નિર છોડવામાં આવશે.