છેલ્લા 10 વર્ષથી આજકાલ ગરબા રાજકોટ શહેરમાં દિવ્યાંગો અને વૃધ્ધાશ્રમમાં રહેતા વડીલો માટે ગરબાનું આયોજન કરે છે. ત્યારે આ વર્ષે પણ આજકાલ દ્વારા વિરાણી ગ્રાઉન્ડ ખાતે સામાજીક સેવાનાં ભાગરૂપે દિવ્યાંગ લોકો અને વૃધ્ધાશ્રમના વડીલો માટે ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં દિવ્યાંગો અને વડીલોએ નવરાત્રી ઉજવી, અવનવા ગરબા કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આજકાલના મોભી ધનરાજભાઇ જેઠાણી દ્વારા આ ઉજવણી શરૂ કરાવવામાં આવી હતી અને આ પરંપરા આજે પણ ચાલુ છે. લગભગ રાજકોટની જુદી-જુદી સંસ્થાના દિવ્યાંગ ખેલૈયાઓ ગરબા રમ્યા હતા અને ઈનામો પ્રાપ્ત કર્યા હતા. દિવ્યાંગો અને વડીલો જયારે ગરબે રમી રહ્યા હતા ત્યારે તેમનાં ચહેરા ઉપર આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો. આ તકે આજકાલના મોભી ધનરાજભાઇ જેઠાણીએ ચક્ષુદાનની જાહેરાત કરી હતી.