આઇકોન ગોલ્ડ એ+બી અને સુરજ -૨ એપાર્ટમેન્ટના સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે (૧) તા.૦૧/૦૭/૨૦૨૩ નાં રોજ આઇકોન ગોલ્ડ એ+બી, રૈયા રોડ, કેરલા પાર્ક, (૨) તા.૦૨/૦૭/૨૦૨૩ ના રોજ સુરજ -૨ એપાર્ટમેન્ટ, શ્રોફ રોડ, કલેકટરશ્રીની કચેરી પાછળ, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, આ મોકડ્રીલમાં (૧) તા.૦૧/૦૭/૨૦૨૩ નાં રોજ આઇકોન ગોલ્ડ એ+બી, રૈયા રોડ, કેરલા પાર્ક, ખાતે અંદાજે ૩૫ થી ૪૦ રહેવાસીઓ (૨) તા.૦૨/૦૭/૨૦૨૩ ના રોજ સુરજ -૨ એપાર્ટમેન્ટ, શ્રોફ રોડ, કલેકટરશ્રીની કચેરી પાછળ, ૧૫ થી ૨૦ રહેવાસીઓ જોડાયેલ. જે મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના (૧) તા.૦૧/૦૭/૨૦૨૩ ના રોજ આઇકોન ગોલ્ડ એ+બી, રૈયા રોડ, કેરલા પાર્ક, ખાતે ઇન્ચાર્જ સ્ટેશન ઓફિસર શ્રી આર.પી.જોષી, ડ્રાઇવર મનોજભાઇ જોગેલા, (૨) તા.૦૨/૦૭/૨૦૨૩ ના રોજ સુરજ -૨ એપાર્ટમેન્ટ, શ્રોફ રોડ, કલેકટરશ્રીની કચેરી પાછળ, ખાતે સ્ટેશન ઓફીસરશ્રી એસ.આર.નડીયાપરા, લી.ફાયરમેન ધિરેન્દ્રસિંહ જાડેજા, ફાયરમેન જયસુખ ધરજીયા, અજય પરમાર, ભાવેશ વડેખણીયા, નવજીતસિંહ જાડેજા, ડ્રાઈવર મહાવીરસિહં પરમાર, ઇબ્રાહીમભાઇ, ટ્રેનર વિજય મેટાલીયા, હરદેવ સુરૂ સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે ચીફ ફાયર ઓફીસરશ્રી આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર શ્રી બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે માર્ગદર્શન અને મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.