શાપર વેરાવળના જાગ્રુત નાગરીકો એક માણસને પોલીસ સ્ટેશને લઇ આવેલ જે વ્યક્તિ દક્ષીણ ભારતની કોઇ ભાષા બોલતો હોય અને ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષા બોલી કે સમજી શકતો ન હોય પરંતુ ફક્ત અંગ્રેજીમાં એક મોબાઇલ નંબર જણાવતો હોય જેથી પીસઆઈ આર કે ગોહિલ અને ટીમે તે નંબર પર સંપર્ક કરતાં આંધ્ર પ્રદેશ પ્રાંતની ભાષા બોલતો હોવાનું જાણવા મળેલ જેથી વાત કરાવતા જાણવા મળેલ કે આ વ્યક્તિ કુમાર વેંકટી આંતરીપલ્લી વીશાખાપટ્ટનમવાળો હોવાનુ તેમજ આ વ્યક્તિ ધરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલનું જાણવા મળેલ જે વ્યક્તિના પરીવારજનો આંધ્રપ્રદેશ રાજ્યના વિશાખાપટ્ટનમ જીલ્લામાં રહેતા હોય જેઓને ટ્રેન મારફતે શાપર પહોયતા બે દીવસ જેવો સમય લાગેલ અને આજરોજ આ મળી આવેલ વ્યક્તિની પત્નિ કીર્તના તેના અન્ય પરીવારજનો સાથે શાપર લીસ સ્ટેશન ખાતે આવતા દુભાસીયાને સાથે રાખી કુમાર વેંકટી આંતરીપલ્લીનુ તેના પરીવાર સાથે મીલન કરાવી તેઓને સોપી આપેલ તેમજ તેઓની આર્થિક પરીસ્થિતી નબળી હોય અને તેઓ ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષા સમજતા ન હોય અને તેઓના વતનમાં જવા માટે અમદાવાદથી ટ્રેન હોય અને ભાષા ન સમજવાના કારણે તેઓને અમદાવાદ રેલ્વે સ્ટેશન સુધી ખાનગી વાહનમાં એક જી.આર.ડી. સભ્ય સાથે મોકલી અને તેઓની વતનની ટ્રેનમાં બેસાડવાની વ્યવસ્થા કરાવી આપેલ હતી.
કમલેશ વસાણી શાપર વેરાવળ રીપોટર