24.3 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાગૃત્તિ અર્થે બોટાદના માર્કેટીંગ યાર્ડથી સાળંગપુર મંદિરના સંકુલ સુધી સાયકલિંગ દોડ યોજાઈ, જિલ્લાના ૫૦ થી વધુ લોકો જોડાયા


આગામી ૨૧ મી જૂન,૨૦૨૩ ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ થીમ પર ઉજવણી થવા જઈ રહી છે ત્યારે તેના જાગૃત્તિ  અર્થે  સુરક્ષાસેતુ સોસાયટી તથા બોટાદ જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે  આજરોજ સાયકલિંગ દોડનું આયોજન કર્યું હતું. જેને  જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોર બળોલીયા અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી મહર્ષિ રાવલે સાયકલિંગ દોડને  પ્રસ્થાન કરાવી હતી આ સાયકલિંગ દોડ બોટાદના માર્કેટીંગ યાર્ડ, પાળીયાદ રોડ ખાતેથી હવેલીચોક, સ્ટેશન રોડ, સેથળી, સાળંગપુર મંદિરના સંકુલથી પરત
બોટાદના માર્કેટીંગ યાર્ડ, પાળીયાદ રોડ સુધી સાયક્લિસ્ટોએ સાયકલિંગ અપનાવો આરોગ્ય મય જીવન અપનાવો,  સાયકલિંગથી  રહેશો  ફિટ તો મન રહેશે પ્રફુલ્લિત, સ્વસ્થ રહો મસ્ત રહો, નિરોગી જીવન નિરામય  જીવન, સાયકલનો ઉપયોગ ભગાવે રોગના બેનરો સાથે પોલીસ વિભાગ અને જિલ્લાના સામાજિક કાર્યકરો સહિત ૫૦ થી વધુ સાયક્લિસ્ટોએ  શારીરિક પ્રવૃત્તિના મહત્વ અને ફિટ અને સ્વસ્થ રહેવા અંગેનો સંદેશો આપ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -