અરવલ્લી જિલ્લામાં કિન્નરો પર હુમલાની ઘટના સામે આવી છે મોડાસાના વાંટડા ટોલનાકા પર ભીક્ષાવૃત કરતાં કિન્નરો ઉપર હુમલો કરવામાં આવ્યો છે કિન્નર પર અન્ય કિન્નરોએ ગેર કાયદેસર મંડળી રચી હુમલો કર્યો હતો તમારે આખા અરવલ્લી જિલ્લાના રોડ કે ગામડાઓમાં ભિક્ષાવૃત્તિ કરવી નહીં તેવું કહી હુમલો કર્યો હતો બે ગાડીઓ ભરીને આવેલ કિન્નરોએ ગડદાપાટુ અને દંડા વડે માર માર્યો હતો હુમલામાં એક કિન્નરને પગ અને કમરના ભાગે ઇજાઓ થઈ હતી ભોગ બનનાર કિન્નર પાસેથી 16 ગ્રામનો સોનાનો દોરો અને 25 હજાર રોકડ પણ લૂંટી લેવામાં આવી છે સમગ્ર મામલે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી છે
ઋતુલ પ્રજાપતિ