અરવલ્લી બાયડમાં થર્મલ પાવર સ્ટેશન નજીકની નર્મદા કેનાલ માંથી ગાબટના યુવાનનો મૃતદેહ મળ્યો હતો. જેમાં પ્રાથમિક તપાસ કરતાં મૃતકનું નામ સંજયસિંહ ઝાલા હોવાનું સામે આવ્યું હતું. તેમજ ગાબટથી બે દિવસ પહેલાં યુવાન બાલાસિનોર જવા નીકળ્યો હતો ત્યારે યુવક તે બે દિવસથી જ ગુમ
હતો. આ સાથે ગુમ થયેલ યુવકનો મૃતદેહ મળી આવતા મોતને લઈ તર્કવિતર્ક થવા લાગ્યા હતા. અને યુવકના મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તેમજ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથધરી હતી.