વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા દર વર્ષે ૨, ઓકટોબર મહાત્મા ગાંધીના જન્મ દિવસથી એક અઠવાડીયા સુધી એટલે કે ૨ થી ૮ ઓકટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. અઠવાડીયા દરમ્યાન દરરોજ અલગ અલગ કાર્યક્રમ જેવા કે, સાયકલ રેલી, બાઇક રેલી, અવેરનેસ પ્રોગ્રામ, નુકકડ નાટક, ચિત્ર સ્પર્ધાઓ, વકતૃત્વ સ્પર્ધાઓ વગેરે કાર્યક્રમો થકી સમાજમાં વન્યજીવો વિશે જાગૃકતા તેમજ માનવ જીવનમાં વન્યજીવોનું મહત્વ સમજાવવામાં આવે છે. જેને લઈ અરવલ્લી વન વિભાગ તથા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા બાઇલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેનું મંત્રી ભીખુસિંહ પરમારે લીલી ઝંડી આપી બાઇલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં નાયબ વન સંરક્ષક એસ.એમ.ડામોર, અરવલ્લી વન વિભાગ, મદદનીશ વન સંરક્ષકો, પરિક્ષેત્ર વન અધિકારીઓ, વન વિભાગના કર્મચારીઓ તથા વન્યજીવ પ્રેમી, સહભાગી વન વ્યવસ્થા સાથે સંકળાયેલ વન મંડળીના સભ્યો દ્વારા રેલીમાં ભાગ લીધો હતો. બાઇક રેલી નાયબ વન સંરક્ષક અરવલ્લીની કચેરીએથી પ્રસ્થાન કરી વન્યજીવ જાગૃતિ માટેના બેનરો સાથે મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ફેરવી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
ઋતુલ પ્રજાપતિ