અરવલ્લી જિલ્લામાં માલપુરના મેવડા પંથકમાં પ્રેમસબંધમાં પિતા-પુત્રનું મોત થયું હોવાની ઘટના સામે આવી હતી. જેમાં યુવક અને યુવતી પ્રેમ સબંધમાં ભાગી જતા યુવકના પિતાએ આપઘાત કર્યો હતી. તેમજ પિતાના આપઘાત બાદ પ્રેમી પંખીડાઓએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ સાથે આપઘાતના પ્રયાસમાં યુવકનું મોત નીપજ્યું હતું તેમજ યુવતીનો ફાંસો છૂટી જતા તેનો બચાવ કરવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ નાથાવાસ ત્રણ રસ્તા પાસે ખંડેર હોટેલમાં બનતા સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.