અરવલ્લી જિલ્લામાં બાયડના લીંબ ગામે યુવક માઝૂમ નદીમાં ડૂબવાનામામલેમોડાસાની ફાયરની ટીમને સફળતા મળતા આજે યુવક ડૂબવાના 45 કલાક બાદ મૃતદેહ મળ્યોહતો. જેમાં ધર્મેન્દ્રસિંહ પરમાર નામનો 20 વર્ષીય યુવક નદીમાં નાહવા પડ્યા બાદ ડૂબ્યો હતો. તેમજ યુવક ડૂબ્યા બાદ પત્તો ન લાગતા મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગની મદદ લેવાઈ હતી. ત્યારે મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગએ મૃતદેહ નદીમાંથી બહાર કાઢી પોલીસને સોંપ્યોહતો. આ સાથે યુવકના મોતને લઈ પરિવાર સહિત બાયડપંથકમાં શોકનો માહોલજોવા મળ્યો હતો.