અરવલ્લી જિલ્લામાં ઉનાળા વેકેશન દરમીયાન આગામી પહેલી મેથી દસમી મે સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે..સ્પૉર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત અને અરવલ્લી જિલ્લા રમત વિકાસ કચેરી દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે..અરવલ્લી જિલ્લાના તમામ છ તાલુકાઓ ખાતે સમર કેમ્પ યોજાશે જ્યારે જિલ્લા કક્ષાના સમર કેમ્પનું આયોજન મોડાસા ખાતે કરવામાં આવ્યું છે…જિલ્લા કક્ષાએ આઠ રમતો જ્યારે તાલુકા કક્ષાએ ચાર રમતોનું આયોજન કરવામાં આવ્યું છે…આ સમર કેમ્પમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને ગણવેશ, સ્પોર્ટ્સ કીટ પ્રમાણપત્ર આપવામાં આવશે.. સાથે જ આ ખેલાડીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ માટે પસંદ કરવામાં આવશે,, અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારી મજહર સુથારે રમતવીરોને સમર કેમ્પમાં જોડાવા અપીલ કરી છે.
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી