અરવલ્લી જિલ્લામાં ચોરીના શકમંદ શખસનું કસ્ટડીમાં મોત થયું છે મોડાસા રૂરલ પોલીસની કસ્ટડીમાં એક આરોપીનું મોત થયું છે ગઈકાલે સાયરા ગામમાં શંકાસ્પદ હાલતમાં એક શખસ ઝડપાયો હતો શનાભાઈ મગનભાઈ વાદીને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો અને બેભાન થઈ જતાં પોલીસ સ્ટેશનમાંથી હોસ્પિટલ લઇ જવાયો હતો ૧૦ કલાકમાં બે વાર ખેંચ આવ્યા બાદ મોત થયું હતું સાર્વજનિક હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા શખસને મૃત જાહેર કરાયો હતો મૂળ માલપુરના ગોપાલપુરાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે જિલ્લા એલસીબી, ડીવાયએસપી, રૂરલ, ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુવકનું ફોરેન્સિક પેનલ પીએમ કરાવ્યું હતું