અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો થતાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો તેમજ જિલ્લાના મોડાસા, ભિલોડા સહિતના તાલુકાઓમાં પવનના સુસવાટા અને કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની શરૂઆત પણ થઈ હતી જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ સાથે હવામાન વિભાગ દ્વારા બે દિવસ વરસાદની આગાહી પણ આપવામાં આવી છે.