અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું,, જિલ્લાના નવીન પોલીસ હેડ ક્વૉટર ખાતે યોજાયેલા આ લોક દરબાર ગાંધીનગર રેન્જ ડી.આઈ.જી.પી. વિરેન્દ્રસિંહ યાદવની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું,, ગાંધીનગર રેન્જ ડી.આઈ.જી.પી. બન્યા બાદ પ્રથમ વાર જિલ્લાની મુલાકાતે આવેલા વિરેન્દ્રસિંહ યાદવે જિલ્લામાં ક્રાઈમની સ્થિતિ સહિત જિલ્લાના વિવિધ પ્રશ્નો વિશે નાગરિકો સાથે વાતચીત કરી હતી,, મોડાસામાં વર્ષો જૂનો ટ્રાફિકનો મુદ્દો, અકસ્માત ઝોન, અસામાજિક પ્રવૃતિઓ જેવા વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી સાથે જ આ પ્રશ્નોના કાયમી ઉકેલ માટે પોલીસ કડકાઈથી પગલાં ભરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી,, આ લોકદરબાર કાર્યક્રમમાં ગાંધીનગર રેન્જ ડી.આઈ.જી.પી. વિરેન્દ્રસિંહ યાદવ, જિલક પોલીસ વડા શૈફાલી બરવાલ, DYSP, PI, PSI સહિત પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા..
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -