અરવલ્લી જિલ્લાના મોડાસામાં તસ્કરોનો તરખાટ ફેલાયો હતો. જેમાં ગણેશપુરના બાજકોટ રોડ પરની એક સાથે સાત દુકાનોના તાળા તૂટ્યા હતા. તેમજ તસ્કરોએ ખાનગી ફાઈનાન્સ, ફટાકડાં, માર્બલ, ઓટોમોબાઇલની દુકાનો માંથી રોકડની ચોરી કરી હતી. તેમજ તસ્કરો એ સીસીટીવીના DVR ની પણ ચોરી કરી હતી. આ સાથે મોડાસા ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથધરી હતી તેમજ પોલીસે ડોગસ્ક્વોડની મદદ લઈ તજવીજ હાથધરી હતી. એક સાથે સાત દુકાનોના તાળા તૂટતા વેપારીઓમાં પણ ફફડાટ વધતાં વેપારીઓ દ્વારા નાઈટ પેટ્રોલિંગ વધારવા માંગ પણ કરાઇ.