અરવલ્લી જિલ્લાના મોડાસાના કોલીખડ ગામે ધાર્મિક પ્રસંગમાં એસસી સમાજને દૂર રખાતા વિવાદ સર્જાયો છે ગેરકાયદેસર જમીનમાં નિર્માણ પામેલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વિવાદ સર્જાયો છે તંત્રનો મનાઈ હુકમ હોવા છતાં મંદિરનું કામ ચાલુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ઉચ્ય અધિકારીઓની સમજાવટ બાદ પણ એસ.સી સમાજ સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ કરાયો છે રોષે ભરાયેલ એસ.સી સમાજના આગેવાનો ટાઉન પોલીસ મથકે દોડી ગયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી.