અરવલ્લી જિલ્લાના મોડાસા – ધનસુરા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો દલીલપુર પાસે ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો માર્બલ ભરેલી ટ્રકમા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો ટ્રક ચાલક ટ્રકના કેબિનમાં ફસાતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી અને કટરથી કેબિન કાપીને ડ્રાયવરને બહાર કાઢ્યો હતો ઇજાગ્રસ્ત ડ્રાયવર અને ક્લીનરને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા