અરવલ્લી જિલ્લાના માલપુરમાં ફરી એક વાર તસ્કરોનો તરખાટ દેખાયો હતો. તસ્કરોએ કરિયાણા, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક્સ, મેડિકલ તથા ગોલ્ડ બેંકના શટર તોડી ચોરી કરી હતી આ સાથે મોડાસા-લુણાવાડા હાઈવે રોડ પર પણ એક સાથે ચાર દુકાનોના તાળા તૂટ્યા હતા તેમજ સમગ્ર ઘટનાની જાણ માલપુર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ સાથે વેપારીઓ દ્વારા રાત્રી દરમ્યાન પોલીસ પેટ્રોલિંગ વધારાય તેવી માંગ પણ કરવામાં આવી હતી.