અરવલ્લી જિલ્લાના ભિલોડામાં સમીસાંજે ભારે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તેમજ ભારે વરસાદથી ઈડર-ભિલોડા માર્ગ પર પાણી ભરાયા હતા તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ હતી આ સાથે વરસાદને લઈ ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.