અરવલ્લી જિલ્લાના ભિલોડાના લીલછા ગામે ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈયો હતો ગામમાં આવેલા 200 વર્ષ જુના ખોડિયાર માતાજીના મંદિરનો જિર્ણોદ્ધાર કરવામાં આવતા તારીખ 27 મેં થી 29 મેં સુધી ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું,,જેમાં તારીખ 27 મે ના રોજ દીપ પ્રાગટય, દેહ શુદ્ધિ પ્રાયચીત, ગણપતિ પૂજન, મંડપ પ્રવેશ, આરતી યોજવામાં આવી હતી, તો રાત્રીએ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું,, તારીખ 28 મે ના રોજ પ્રાત પૂજન, મૂર્તિ કર્મ કુટિર, મૂર્તિ શોભાયાત્રા-જલયાત્રા, સન્પન કર્મ, કરવામાં આવ્યું હતું તો સાંજે સંત વાણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,, તારીખ 29 મે ના રોજ પ્રાતઃ પૂજન, અચલ પ્રાણ પ્રતિષ્ઠા, યજ્ઞ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, તો સાંજે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું,, તો સાથે જ મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો,, આ પ્રસંગે યોજાયેલ શોભાયાત્રામાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા,, આ કાર્યકમને આઈ શ્રી ખોડિયાર ટ્રસ્ટ અને લીલછા ગામના લોકોએ ખૂબ જ મહેનત કરી સફળ બનાવ્યો હતો..
અરવલ્લી જિલ્લાના ભિલોડાના લીલછા ગામે ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ ગયો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -