અરવલ્લી જિલ્લાના બાયડના લીંબ ગામે યુવક માઝૂમ નદીમાં ડૂબ્યો હતો 20 વર્ષીય યુવક નદીમાં નાહવા પડ્યા બાદ ડૂબી ગયો હતો ધર્મેન્દ્રસિંહ પરમાર નામનો યુવક નદીમાં ડૂબ્યો હોવાની માહિતી મળતા જ તુરંત સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી યુવકનો પત્તો ન લાગતા મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગની મદદ લેવાઈ હતી ફાયર વિભાગની ટિમ દ્વારા રેસ્ક્યુ કામગીરી ચાલુ કરવામાં આવી હતી તલાટી અને આંબલિયારા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો બનાવને લઈ લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા