અરવલ્લી જિલ્લાના ધનસુરા તલોદ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતાં સાત લોકોને ઇજા પહોંચી હતી બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રોજડ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
સર્જાયો હતો આ અકસ્માતમાં 7થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતમાં, ઘવાયેલા લોકોને તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.