ધનસુરા તાલુકાના ચોગામડાકંપાની દીકરીએ રોલ બોલ ગેમમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે,, દેવાંશી પટેલ ધનસુરા તાલુકાના પોતાના વતન ચોગામડાંકંપા આવતા તેનું સન્માન કરી, તેની શોભાયાત્રા કાઢવામાં આવી..ગાંધીનગરની સ્ટેઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી દેવાંશી પટેલ, 2013 થી સ્કેટિંગ, બાસ્કેટ બોલ અને હેન્ડ બોલ રમીને કેરિયરની શરૂઆત કરી હતી. જેમાં કોચના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરી 12 સ્ટેટ, 7 નેશનલ અને 5 વિન સાથે 2 વર્ષ સુધી ગુજરાત ટીમની કેપ્ટન તરીકે રમી ચૂકી છે,, 2018-19 વર્ષમાં કર્ણાટકના બેલગાવ ખાતે રોલ બોલ ગેમમાં 309 ખેલાડીઓએ ભાગ લીધો હતો,જેમાં 24 કલાક સતત રમીને દેવાંશીએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું હતું,, આ રમતમાં 9 વર્ષ સુધી સતત મહેનત અને સંઘર્ષ કરીને આજે દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. દેવાંશીએ રોલબોલમાં બ્રોન્ઝ મેડલ જીતી તેના ગામ થી લઈ રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે.. દેવાંશી પટેલ અત્યાર સુધીમાં 45 મેડલ જીતી ચૂકી છે,,દેવાંશીએ તેમના માતા પિતા, પરિવારે અને સમાજે આગળ આવા માટે મદદ અને પ્રોત્સાહિત કરી હતી,, આજે બ્રોન્ઝ મેડલ જીતીને ગામ અને દેશનું નામ રોશન કરીને પરિવાર ગૌરવ અનુભવી રહ્યો છે.
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી