અરવલ્લી જિલ્લાના ઇલેક્ટ્રિક & ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન મોડાસા ના 50 વર્ષ નિમિત્તે સુવર્ણ જયંતિ 2023 થી 2025 ઉજવણી ના ભાગ રૂપે જેમા આજ રોજ ખડાયતા છાત્રાલયમાં જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં નવા સભ્યો તેમજ અને નવી કારોબારી નું નિર્માણ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી જેમાં બે વર્ષ માટે પરેશભાઇ મહેતા ની પ્રમુખ તરીકે સવૉનુમતે વરણી કરવામા આવી. તેમજ અન્ય કારોબારી ને પણ સર્વાનુમતે વરણી કરવામાં આવ્યું . આ સમગ્ર કારોબારી તેમજ પ્રમુખ ને સર્વે એસોસિએશન ના સભ્યઓ દ્વારા બુકે થી સન્માન કરવામાં આવ્યું.
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી