અરવલ્લીમાં માલપુરના મંગલપુર ગામે વરસાદ આવે તે માટે ઈન્દ્રદેવને પ્રસન્ન કરવા ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસપીઠ પ્ર બિરાજમાન કથાકાર પૂ ગાયત્રીદેવી શુકલાએ આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું અને વરસાદ માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ પવિત્ર શ્રાવણ માસમાં પિતૃ મોક્ષ અને સર્વજન કલ્યાણ માટે પણ પ્રાર્થના કરાઇઈ હતી. આ સાથે આજે ભાગવત કથામાં કૃષ્ણ જન્મનો મનોરથ પણ રાખવામાં આવ્યો હતો