અરવલ્લીમાં મોબાઈલની તફડંચી કરતી બંટી-બબલીને ઝડપી લેવામાં આવી છે મોડાસામાં છેલ્લા એક અઠવાડિયાથી બંટી-બબલીનો ત્રાસ સામે આવ્યો હતો મોર્નિંગ વૉક કરવા નીકળતા લોકો અને રાહદારીઓના મોબાઈલ ઝુંટવી દંપતી ફરાર થઈ જતું હતું શહેરની લીઓ પોલીસ ચોકી નજીકથી ચોર દંપતીને ઝડપી લેવામાં આવ્યું છે પોલીસે અયાન અને ચાંદની નામના આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી એક લાખની કિંમતના છ મોબાઈલ જપ્ત કર્યા છે મોડાસા ટાઉન પોલીસે નેત્રમ કેમેરાના આધારે ઓળખ મેળવી હતી નંબર વગરની એક્ટિવા પર નીકળી અંજામ આપતા હતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આરોપી અયાન પાંચ વર્ષ અગાઉ મોડાસામાં શાકભાજી વેચતો હતો આરોપી ચાંદની અને તેની સાસુને મનમેળ ન રહેતા તેણે મોડાસામાં તફડંચી કરવાનું પસંદ કર્યું હતું
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી