અરવલ્લીમાં ઉર્જા વિભાગમાં ભરતી કાંડને લઈ કોંગ્રેસ મેદાને આવ્યું હતું તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિકને આવેદનપત્ર આપી પોતાની માંગ તંત્ર સામે મૂકી હતી જેમાં તેઓએ ઉર્જા વિભાગમાં ભરતી કાંડમાં થયેલ ગેરરીતિ બાબતે યોગ્ય ન્યાય આપવા તેમજ ગેરરીતિ કરનાર આરોપીઓને ઝડપી પાડી કડકમાં કડક સજા કરવા માંગ કરી હતી. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે ઉર્જા વિભાગના ભરતી કાંડના તાર અરવલ્લી જિલ્લા સાથે સંકળાયેલા છે તે દુઃખદ ઘટના છે તેમજ ભરતી કાંડ અને પેપર કાંડના કારણે શિક્ષિત યુવાનોનો વિશ્વાસ ઉઠ્યો છે જેથી યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધીચીંદ્યયા માર્ગે આંદોલન અને ઉપવાસની ચીમકી પણ ઉચ્ચારી હતી.