અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકાની ડંપિંગ સાઈટ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે બનાવને પગલે દોડી ગયેલ પોલીસ અને ગ્રામજનો વચ્ચે પણ શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું ડંપિંગ સાઈટની માપણીનો વિરોધ કરી રહેલા 50 થી વધુ લોકોની પોલીસે અટકાયત કરવામાં આવી હતી ગારૂડી, સીતપુર સહિત પાંચ જેટલા ગામોના લોકોએ વિરોધ નોંધાવ્યો છે ડંપિંગ સાઈટની જમીન માપણીને લઈ લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે વિરોધ દરમિયાન લોકોએ હોબાળો મચાવતા તંત્ર દ્વારા અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓનો મોટો કાફલો ખડકી દેવાયો હતો ગ્રામજનોને સમજાવવાના તમામ પ્રયાસો નિસફ્ળ નીવડ્યા હતા