અરવલ્લીના મુખ્યમથક મોડાસામાં ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય ચાર રસ્તા પર ભરાયા પાણી ભરાયા હતા શહેરની સોસાયટીઓ અને વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી આવતા પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી સામે સવાલ ઉઠવા પામ્યા છે પ્રિમોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પ્રિમોન્સૂનની કામગીરી પાછળ રૂપિયાનો ખર્ચ કરવા છતાં પાણી ભરાવવાની સમસ્યા યથાવત રહેવા પામી છે વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી છે અરવલ્લી જિલ્લામાં રાત્રી 8 થી 12 દરમિયાન સૌથી વધુ મોડાસામાં સાડા ત્રણ ઈંચ, મેઘરજમાં બે ઈંચ, ભિલોડામાં દોઢ ઈંચ અને
બાયડ અને ધનસુરામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. મોડાસાના અનંદપુરા કંપાના ખેતરોમાં બે ફૂટ કરતા વધારે પાણી ભરાયા હતા મગફળી,સોયાબીન ,મરચા, અને ફુલાવરના પાક ઉપર પાણી ફરી વળતાં ખેડૂતોએ નુકશાની અંગે વળતર આપવા માગ કરી છે