23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

અરવલ્લીના બાયડ તાલુકાની ડેમાઈ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા


અરવલ્લીના બાયડ તાલુકાની ડેમાઈ ગ્રામ પંચાયતમાં  વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા સ્થાનિક અરજદારોએ આ મામલે ઉચ્ચક્ષાએ રજૂઆત કરી છે .ગ્રામ પંચાયત વિસ્તારમાં વિવિધ વિકાસ કામોથી માંડી ખરીદી સહિતના બીલો માં મોટા ગોટાળા અને ભ્રસ્ટાચાર થયો છે અરજદારોએ તકેદારી આયોગ અધિકારી-ગાંધીનગરને જે ફરિયાદ કરી હતી જેમાં તા. ૧-૧-૨૦૨૨ થી તા.૧-૧- ૨૦૨૩સુધીમાં સરકાર તરફથી મળેલી ગ્રાન્ટ તેમજ ૧૫મા નાણાપંચની ગ્રાન્ટમાંથી ખરીદાયેલા ડસ્ટબીન તેમજ વિકાસના કામોમાં ગેરરીતી આચરાયાની ફરિયાદ સાથે કેટલાક બીલ બાબતે સવાલ ઉઠાવ્યા હતા,, રજૂઆત  થયા બાદ જિલ્લા વિકાસ અધિકારી એ ધનસુરા ટીડીઓ ને તપાસ શોપતા ડેમાઈ ગ્રામ પંચાયતમાં  તપાસનો ધમધમાટ શરૂ થયો હતો વિકાસ કમિશનર કચેરી માંથી જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી સૂચના આપવામાં આવી હતી કે આ તપાસ જિલ્લા સ્તરના ક્લાસ વન અધિકારીઓની ટીમ દ્વારા તપાસ કરી અહેવાલ ગાંધીનગર સોંપવો જે સંદર્ભે ત્રણ ક્લાસ વન અધિકારીઓ અને એક અન્ય અધિકારી મળીને ચાર સભ્યોની તપાસ ટીમની રચના કરી દેવામાં આવી છે  આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલ્યો છે પરંતુ તપાસ પૂર્ણ થયા પછી જ કોઈ ગેરરીતી થઈ છે કે કેમ તેની જાણકારી બહાર આવી શકશે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -