અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના પૂંજાપુર ગામે લગ્નપ્રસંગમાં પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે પુંજાપુર ગામે જૂની અદાવતમાં પથ્થરમારો કરવામાં આવતા અનેક મહિલા, પુરુષને ઇજા પહોંચી હતી તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, સમગ્ર મામલે બાયડ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પરિસ્થિતિ વણસે તે પૂર્વે કાબૂ મેડવી લીધો હતો.