અરવલ્લી જિલ્લાના ધનસુરાના જામઠામાં આવેલ નદીમાં ઝેરી કેમિકલ ઠાલવવામાં આવ્યું છે બોની નદીના પાણીમાં કેમિકલની થેલીઓ ઠલવાઈ હતી નદીના પાણીમાં અજાણ્યા ઈસમ દ્વારા કેમિકલ નાખવામાં આવ્યું હતું નદીના પાણીમાં કેમિકલ નખાતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે નદીનું પાણી પીવાથી બે બકરાંના મોત થયા હોવાનું પશુપાલક દ્વારા જણાવવામાં આવ્યું છે નદીમાં ઢોર-ઢાંખર પાણી પીવા જતા હોવાથી તેમના સ્વાસ્થ્ય સામે ખતરાની આશંકા વર્તાઇ રહી છે કેમિકલ છોડનાર જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ ઉચ્ચારવામાં આવી છે.