રાજકોટ શહેરમાં કિસાનપરા ચોક ખાતે દીવાલમાં અયોધ્યામાં નિર્માણ પામી રહેલ રામ મંદિરનું આબેહૂબ 30 ફૂટ નું ચિત્ર બનાવવામા આવ્યું છે . આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં યોવનાર છે. જે સંદર્ભે દેશભરમા ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં રામ મંદિરના ચિત્ર જોરવામ્ આવ્યું છે.રામ મંદિરનું પેઈન્ટીંગ બનાવનાર ચિત્રકાર વિક્રમ ઠાકરે જણાવ્યુ હતું કે કરોડો દેશવાસીઓની આસ્થા સમાન રામ મંદિર જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે આપણે પણ આ ઉજવણીમાં લાગણી રૂપે સામેલ થઇએ અને ભાવપૂર્વક આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઈએ