23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાત રાજયના 21-રાજકોટ ડિવિઝનનાં બે રેલવે સ્ટેશનોનો પુન:વિકાસમાં સમાવેશ થતાં ભકિતનગર રેલવે સ્ટેશનની 26.81 કરોડનાં ખર્ચે કાયાપલટ થશે જેનું કાલે વડાપ્રધાનનાં હસ્તે થશે શિલાન્યાસ…


ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, દેશભરના1309 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે પુન:વિકાસ કરવામાં આવી રહ્યા છે. તેમાંથી 120 સ્ટેશન પશ્ર્ચિમ રેલવેના અધિકારક્ષેત્રમાં આવે છે. શહેરની બંને બાજુના વિસ્તારોના યોગ્ય એકીકરણ સાથે આ સ્ટેશનોને’સિટી સેન્ટર્સ’તરીકે વિકસાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેના ઉપલક્ષમાં રાજકોટમાં ડીઆરએમ કચેરી ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં રાજકોટ ડિવિજન ના ડિવિજનલ રેલવે મેનેજર અશ્વની કુમારે જણાવ્યું હતું કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભક્તિનગર રેલવે સ્ટેશનને આશરે રૂ. 26.81કરોડના ખર્ચે અને સુરેન્દ્રનગર સ્ટેશનને રૂ. લગભગ રૂ. 35.13 કરોડ રૂ ની લાગત થી રીડેવલપ કરવામાં આવશે જેથી મુસાફરોને વધુ સારી યાત્રી સુવિધા મળી રહે. સ્ટેશન બિલ્ડિંગનો બાહ્ય દેખાવ વધુ આકર્ષક બનાવવામાં આવશે. એન્ટ્રી ગેટ સુધારવામાં આવશે જેમાં પોર્ટિકો કવર શેડ લગાવવામાં આવશે. સ્ટેશનના વેઇટિંગ રૂમમાં સુધારો કરવામાં આવશે. તેમજ સિગ્નેજ અને લાઇટિંગમાં વધુ સુધારો કરવામાં આવશે. સ્ટેશન પર મોડ્યુલર શૌચાલય બનાવવામાં આવશે અને પ્લેટફોર્મ પર વધારાના નવા કવર શેડ સ્થાપિત કરવામાં આવશે. સ્ટેશન પર ટ્રેનનાઈંડિકેટર બોર્ડ લગાવવામાં આવશે અને ટ્રેન સંબંધિત માહિતી કોન્કોર્સ હોલ, પ્લેટફોર્મ અને વેઇટિંગ રૂમમાં પ્રદર્શિત કરવામાં આવશે. અહીં 12 મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે જેના થી મુસાફરોને સર્ક્યુલેટિંગ એરિયા માં થી પ્લેટફોર્મ નંબર 1 અને 2 સુધી આવા જાવા માટે ઉપયોગી થશે. આ સાથે ફૂટ ઓવર બ્રિજ પર નવી પેસેન્જરલિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સર્ક્યુલેટિંગ એરિયા માં સેલ્ફીપોઈન્ટ બનાવવામાં આવશે. સર્ક્યુલેટિંગ એરિયા માં પાર્કિંગની વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ગ્રીન પેચ સાથે ગાર્ડન વિકસાવવામાં આવશે. સ્ટેશન તરફ જતા રસ્તાઓને પણ નવા અને સારા બનાવવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -