રાજકોટ રેલવે ડિવિઝન હેઠળ આવતા 17 સ્ટેશનોનું અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ પૈકી હાલમાં 6 સ્ટેશનોના પુનર્વિકાસની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ઓખા, મીઠાપુર, કાનાલુસ, જામવંથલી , હાપા અને મોરબીનો સમાવેશ થાય છે. તમામ સ્ટેશનોનું વિડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે આગામી 22 મે, 2025ના સવારે 9:30 વાગ્યે કરવામાં આવશે. નવીનીકરણ થયેલા સ્ટેશનોમાં તમામ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ભારતીય રેલ્વે દ્વારા દેશભરના રેલ્વે સ્ટેશનોને આધુનિક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.