અમરેલી શહેરમાં બે ગોડાઉન માથી સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનમાં અપાતા ઘઉં અને ચોખાનો જથ્થો શંકાસ્પદ મળી આવતા અમરેલી મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી બંને ગોડાઉનને સીલ કરી રૂપિયા 5.5 લાખના મુદ્દામાલ સાથે ઘઉં અને ચોખાનો જથ્થો ચીજ કરી આ અંગે અમરેલીના ઇન્ચાર્જ મામલતદાર હિરેન મકાણીએ જણાવ્યું કે, અમરેલી શહેર પોલીસ દ્વારા અમરેલી શહેરમાં આવશ્યક ચીજ વસ્તુનો અનાજ ઘઉં ચોખાનો જથ્થો મળી આવ્યાની જાણ કરેલ અમરેલી શહેરમાં આવેલ ડુબાણીયા અને તેના પાછળના વિસ્તારમાં આવેલ બે ગોડાઉનમાં ભારત સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને ફાળવવામાં આવતા ઘઉં ચોખાનો જથ્થો મેળવીને તેનો સંગ્રહ કરવામાં આવતો હોવાની બાતમીના આધારે અમરેલી મામલતદારની ટીમ દ્વારા દરોડો પાડીને ચકાસણી કરતા ૪૯૧૬ કિલો ચોખા અને ૧૯૮૯ કિલો ઘઉંનો જથ્થો મળેલ તેમજ 4 વાહન મળીને કુલ રૂપિયા 5 લાખ 5 હજાર 551 નો અનાજનો જથ્થો સીઝ કરાયો તદ ઉપરાંત બંને બિલ્ડીંગને સરકારી સિલ મારી બંધ કરી આગળની તપાસ અર્થ અનાજના નમૂનાને ચકાસણી માટે મોકલાયા હાલ તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે તેવું જણાવ્યું …
અશોક મણવર અમરેલી