અમરેલી શહેરમાં ચીતલ રોડ,પર આવેલ શ્રીરંગ સોસાયટીના એક રહેણાંક મકાનમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી અમરેલી ફાયર કંટ્રોલરૂમમાં જાણ કરતા ફાયર ઓફિસર એચ.સી. ગઢવીના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગ પર માત્ર ગણતરીની મિનિટોમાં જ કાબુ મેળવ્યો ત્યારે સબનસીબે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો લીધેલ ફાયર ફાઈટર ટીમના હર્ષિલભાઈ પટેલ ,સાગરભાઇ પુરોહિત, અરૂણભાઇ વાઘેલા, જયવંતસિંહ પઢીયાર, ધવલભાઈ ચાવડા, પારસભાઈ પરમાર, ભગવતસિંહ ગોહિલ, ભુરીયા જગદીશ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી જયને માત્ર ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવતા લોકોએ ફાયર સ્ટાફનો આભાર માન્યો હતો
અશોક મણવર