અમરેલીના રાજુલાના પીપાવાવ પોર્ટ પર સિંહણે યુવક પર કર્યો હુમલો .યુવક સવારે બસની રાહે ઉભો હતો તેવામાં સિંહબાળ સાથે રહેલી સિંહણે યુવક પર હુમલો કર્યો હતો . ઈજાગ્રસ્ત હાલતમાં યુવક સારવાર માટે પ્રથમ રાજુલા બાદમાં મહુવા ખસેડાયો હતો .એક અઠવાડિયામાં સિંહ અને દીપડાના હુમલાની ઘટનાઓમાં 4 હુમલામાં 3 બાળકોના મોત બાદ આજે ફરી સિંહણનો યુવક પર હુમલો થતા વનવિભાગમાં મચી દોડધામ હતી .
અશોક મણવર અમરેલી