અમરેલી તાલુકાના મોટા આંકડિયા ગામ ખાતે સાંજના છ કલાકે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો હવામાન વિભાગની આગાહીને લઈને અતિશય બફારા બાદ સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો મોટા આંકડિયા ગામની શેરીઓ નદી માફક વહેવા લાગી હતી મોટા આંકડિયા ગામના ખેડૂતોને કમોસમી વરસાદ વરસતા ઉનાળુ પાક તલ કાગ ડુંગળી જેવા પાકોમાં નુકસાનીની ભીતિ સતાવી રહી છે