સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ પૈકી નો એક એવો આ ધારી નો ખોડિયાર ડેમ ચોમાસાના પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થતાં સમગ્ર જીલ્લામાં હરખની હેલી છે.. કારણ કે ખોડિયાર ડેમ એ જીલ્લાની જીવાદોરી સમાન ડેમ છે.. પરંતુ ખોડિયાર ડેમ ઓવરફલો થતાંની સાથે જ ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલ આંબરડી ગામના લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે.. આંબરડી ગામ અને આંબરડી ગામની ખેતીની જમીન વચ્ચેથી આ શેત્રુજી નદી સતત વહેતી રહે છે.. પરીણામે ખેડૂતો દિવસોના દિવસો સુધી પોતાના ખેતર જઈ શકતા નથી.. અથવા તો જીવના જોખમે આ નદી પાર કરીને સામે કાંઠે આવેલ પોતાના વાડી ખેતર જવુ પડે છે.આંબરડી ગામના બસ્સો જેટલા ખેડૂતો ની એક હજાર વિઘાથી વધુ ખેતીની જમીન શેત્રુંજી નદીના સામા કાંઠે આવેલી છે.તો બીજી તરફ માલધારીઓના પશુઓ માટેનુ ચરીયાણ એટલે કે ગૌચર પણ સામે કાંઠે આવેલુ છે પરિણામે ચોમાસાની સિઝનમાં ખેડૂતો અને પશુપાલકો બન્ને મુશ્કેલીમાં મુકાય છે.. આંબરડી ગામના લોકો વર્ષોથી આ સમસ્યા થી પીડાઈ રહ્યા છે.. અનેક વખત તંત્ર ને અને નેતાઓ ને રજૂઆત કરવા છતાં તેનો કોઇ ઉકેલ આવ્યો નથી..
રિપોર્ટર સંજય વાળા ધારી