અમરેલી જિલ્લાના ધારીમા મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું જેમઆ 700 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા શહેરના ગામતળ નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે ખોડિયાર સિંચાઈમાં વિસ્તારમાં કરવામાં આવેલ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી વેકરીયાપરા ગેટ થી લાઇબરી ચોક તાલુકા પંચાયત થી અરુણ મુશાલા કોલેજ યોગી ચોક થી પ્રેમપરા સુધીના મુખ્ય રસ્તાઓ ઉપર થી દબાણો દૂર કરવામાં આવ્યા હતા ડીમોલેશન કામગીરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો જેમાં 2 ડીવાયએસપી 3 પીઆઇ 350 પોલીસ જવાનો તેનાત રહ્યા હતા આ ડિમોલીશન કામગીરીમા ૮ જેસીબી, ૧૦ ટ્રેકટર અને 100 મજુરો જોડાયા હતા કોર્ટ મેટર ચાલતી દુકાનો જે તે સ્થતિમાં યથાવત રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટર સંજય વાળા ધારી