અમરેલીના વડીયા તાલુકાના નાની કુકાવાવ ગામે ખેડૂત હરેશભાઈ પોપટભાઈ સોરઠીયાને થોડા દિવસ પહેલા કોર્ટ દ્વાર લોક અદાલત યોજાવવાની નોટીસ મળી હતી જેમાં પીજીવીસીએલ દ્વારા બાકી 1 રૂપિયાની ઉઘરાણી કરીને કોર્ટના ફરમાન મુજબ હાજર રહેવાની નોટીસ થી ખેડૂત હરેશ સોરઠીયા અચંબિત બની ગયેલા હતા 6 થી 7 વર્ષ પહેલા ગ્રીન હાઉસ બનાવ્યા બાદ પીજીવીસીએલ નું કનેક્શન રદ કરાવી નાખેલ જે કનેક્શન રદ કરાવ્યુ તેના 7 વર્ષ બાદ પીજીવીસીએલ તંત્ર જાગ્યું ને ખેડૂતને 1 રૂપિયો ભરપાઈ કરવા કોર્ટ નું તેડું મોકલ્યું હતું ને ખેડૂત 20 કિલોમીટર વડીયા સુધી આવીને કોર્ટમાં ઉભા રહ્યા ને 1 રૂપિયો ભરવા તૈયાર હોવા છતાં પીજીવીસીએલ અધિકારીએ ભૂલ થઈ ગઈ હોવાનું જણાવી ને ખેડૂતને રવાના કર્યા હતા ત્યારે સોના કરતા ઘડામણ મોંધીની માફક 1 રૂપિયાના બાકી લેણા માટે 5 રૂપિયાની ટીકીટ કવર સ્ટેશનરી જેવો ખર્ચ કરીને પીજીવીસીએલ વિભાગે બુદ્ધિ નું પ્રદશન કર્યું હતું પણ ખેડૂતોની માનવ કલાકો બગડી હતી ને બાકી લેણા માટે ધોકા પછાડતી પીજીવીસીએલ ખાનગી કંપનીઓ અને પાલિકા પાસે નબળી પડતી પીજીવીસીએલ ખેડૂતો પાસે જ શૂરવીરતા સાબિત કરતી હોય તેવો ઘાટ ઘડાયો હતો ને પીજીવીસીએલ તંત્રની કામગીરી ટીકા પાત્ર બની હોવાનું સામે આવ્યું..
અશોક મણવર અમરેલી