અમરેલીના લાઠી રોડ પર સોસાયટીના રહીશો વરસાદ પછીની સ્થિતિથી હેરાન પરેશાન થઈ ગયા છે ગઈકાલ વરસાદ બાદ સોસાયટીઓમાં કાદવ કીચડના થર જામ્યા છે અમરેલીના લાઠી રોડની ધરમનગર સોસાયટીની હાલત કફોડી બની ગઈ છે 2 હજારની વસ્તી ધરાવતા ધરમનગરમાં પાલિકાની ગટર, પાણી, રોડની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે કાદવ એટલી હદે વધી ગયો છે કે વાહનો પણ ખૂપી ગયા જાય છે અમરેલી પાલિકા તંત્ર કામગીરી કરતું ના હોવાની સ્થાનિકોની હૈયા વરાળ ઠાલવી હતી