આજકાલનાં સમયમાં લગ્ન બાદ માતા-પિતા અને પરિવારથી દૂર રહેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે..આ ટ્રેન્ડને કારણે પરિવારના વૃદ્ધોને પોતાના સંતાનો થી દૂર કરી દીધા છે.તેવામાં અમરેલીના બાબરામાં એક એવો કિસ્સો જોવા મળ્યો કે જેણે આ ટ્રેન્ડ પર ચાલનારા લોકોને એક શીખ આપી છે.. પોતાના લગ્નમાં જ દાદા-દાદીના મૃત્યુ બાદ પણ તેમની ગેરહાજરી વર્તાતા પૌત્રએ બંનેના સ્ટેચ્યુ બનાવી લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.અમરેલી જીલ્લા આવેલ બાબરાના રાજપોપટ પરિવારના મોભી નંદલાલભાઈ પોપટ અને તેમના પત્નીના થોડા વર્ષો પહેલા જ નિધન થયું છે.પરંતુ તેમના નિધન બાદ તેમની ગેરહાજરી ખટકતા એક અનોખો પ્રયાસ એક પૌત્ર નિકુંજ દ્વારા કરવામાં આવ્યો છે. તેણે તેના પિતા હસુભાઈને વાત કરતા તેમની મદદથી લગ્ન સ્ટેજની સામે જ બા-દાદાનું અનોખું સ્ટેચ્યુ બનાવ્યું હતું. પૌત્રની વર્ષોથી ઈચ્છા રહી હતી કે તે તેના દાદા દાદીની હૈયાતીમાં જ લગ્ન કરે પરંતુ કમનસીબે એવું નહિ થઇ શકતા તેમના દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્ટેચ્યુ જોઈને પણ સૌ કોઈ અભિભૂત થઇ ગયા હતા અને પોતાના સ્વજનની યાદ તાજી કરાવી દીધી હતી. તેમજ પરિવારના લોકોએ પણ તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને આંનંદિત રીતે સમગ્ર પ્રસંગ વિતાવ્યો હતો.
અશોક મણવર અમરેલી