અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં ઘણા સમયના વિરામ બાદ વાતાવરણમાં વહેલી સવારથી પલ્ટો આવ્યો હતો અને વરસાદી માહોલ જોવા મળ્યો હતો બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો તાલુકાનાં ખારી, ખીજડીયા, હડાળા, બાલાપુર, માવજીજવા ગામે વરસાદ વરસ્યો હતો વહેલી સવારથી વરસાદના હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા ભારે વરસાદથી વરસાદી પાણી ગામની બજારોમાં ફરી વળ્યા હતા ખેડૂતો છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોતા હતા તેવા સમયે એકા એક વાતાવરણમાં પલટા સાથે વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશ થઈ ગયા હતા હવામાન વિભાગે આપેલ આગાહીના ભાગરૂપે બગસરા પંથકમાં વરસાદી માહોલ સર્જાતાં ખેડૂતો દ્વારા વાવેતર કરેલ કપાસ મગફળી સહિતના પાકને ફાયદાકારક થશે
અશોક મણવર અમરેલી