બગસરા નગરપાલિકા દ્વારા અધિનિયમ વિરુદ્ધનો સરક્યુલર ઠરાવ બહાર પાડ્યો છે ત્યારે બગસરા નગરપાલિકા અધિનિયમ વિરુદ્ધના ઠરાવ સામે પાલીકા સભ્યો વિરોધ નોંધાવ્યો હતો. તેમજ બગસરા નગરપાલિકાની તાજેતરમાં ચૂટણીમા મહિલા અનામત પ્રમુખ તરીકે જયોત્સનાબેન રીપડીયા જાહેર થયા હતા ત્યારે પાલીકામાં મહિલા સદસ્યોના પતિદેવો વહીવટ કરી શકે તે હેતુથી ઠરાવ કર્યો હોવાનો વિપક્ષ સદસયે આક્ષેપ કર્યો હતો. તેમજ એક તરફ દેશના યસસવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા મહિલા અનામતની તરફેણ સામે બગસરા પાલિકાનો વિચિત્ર ઠરાવથી શહેરમાં ચર્ચાઓ જોવા મળી હતી. આ સાથે મહિલાઓના હક્કો છીનવાઈ તેવા ઠરાવ સામે પાલિકા પ્રમુખના પતિ દ્વારા બચાવ કરાયો હતો. તેમજ સાધારણ સભામાં મોબાઈલ પ્રતિબંધ અને મહિલા સદસ્યોના લોહીના સંબંધ ધરાવતા વ્યક્તિઓ હાજર રહી શકે તેવો સરક્યુલર જાહેર કરાયો હતો આ સાથે વિપક્ષ સદસયે કટાક્શ કરતા કહ્યુ અમે બંધુક કે બોબ લયને નથી જતા અમે ખાલી મોબાઈલ સાથે રાખીએ છીએ. ઉપરાંત નગરપાલિકા ઠરાવ સામે રોષ જોવા મળ્યો છે ત્યારે હવે પાલીકા પ્રમુખ શું નિર્ણય કરાશે તે જોવાનું રહું છે.
અશોક મણવર અમરેલી